X

CHOCK VACCHE CHALO NA KARIYE LYRICS | VIJAY SUVADA

એ વાતો કરે વચેટિયા છેડ બોલે ચૌદસીયા
હે બકબક કરે બાયલા એકલા ફરે ભાયડા

હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
હે પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
હે બજાર વચ્ચે ફાટી જાહે બયડા જો ,બયડા જો
બજાર વચ્ચે ફાટી જાહે બયડા જો ,બયડા જો

અરે અરે રે
ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
હો પાંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો

હે પેલો ઘા મરદનો મારો રાણો રાણાની રીતે
જુકેના રૂકેના કદીયે કોઈની બીકે
હો ખોટા રે દેખાડા કદી કરે ના કોઈની વાતે
સીન સપાટા ના હોય ખોટા કદીએ કોઈની સાથે

ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો
ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો
હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
અરે પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો

હે ડોન થઈ ફરે છે એમને જોયા છે કગરતાં
આગળ પાછળ ફરતા ભઇનાં ટોપા ટૈયા કરતા
હો હેઠા મેલેલા હથિયાર પાછા ના લેવડાવશો
રેવા દો જીવવા દો હવે પાછા ના જગાડશો

હે ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો
ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો
હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
અલ્યા પચા વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.