X

DASHAMA NA SAMAIYA LYRICS | SHITAL THAKOR

હે મોરાગઢ ધામ થી આવો મોમાઈ માવડી
હો ઊડતી સાંઢણીયે પધારો દશા માવડી
હો પૂજા ની થાળી લઇ ઉભા અમે દ્વાર
પૂજા ની થાળી લઇ ઉભા અમે દ્વાર
આવો દશામાં હવે કરશો નહિ વાર

હો વ્રત ના ટાણાં આયા ભક્તો જોવે વાટ
વ્રત ના ટાણાં આયા ભક્તો જોવે વાટ
કરશુ સામૈયા લીલા તોરણે રે આજ
હો નાગધરા ગામે ભક્તો હરખે આજ

હો દિવાહ ના દાડા આયા દેવી દશા માત ના
મૂર્તિ માંની લાયા કરી માંની સ્થાપના
હો દશામાં નું નામ લઇ દિવા પ્રગટાવ્યા
કળશ જળે ભર્યા દસા દોરા બાંધીયા

હો સેવા પૂજા ભક્તિ કરી પ્રેમે પૂજીયે
સેવા પૂજા ભક્તિ કરી પ્રેમે પૂજીયે
હાચા રે મન થી માં ના વ્રત કરીયે

હો પૂજા ની થાળી લઇ ઉભા અમે દ્વાર
પૂજા ની થાળી લઇ ઉભા અમે દ્વાર
આવો દશામાં હવે કરશો નહિ વાર
આવો મારી માડી હવે કરશો નહિ વાર

હો સોના સૂરજ ઉગ્યો છે મારા આંગણે રે
હો સોના સૂરજ ઉગ્યો છે મારા આંગણે રે
હે રૂડો અવસર આયો છે મારા આંગણે રે
હે ભોળા ભક્તો જોવે છે તારી વાટ
ભોળા ભક્તો જોવે છે માંની વાટ

સેવા પૂજા કરું ને માડી સાંભળે સે
હે કરું ભક્તિ ને દશા માડી સાંભળે સે

હો માં નો અવસર આયો નાગધરા ગામ માં
ડેલા ફળિયા માં રૂડા દશામાં ના ધામ માં
હો કડી રૂડા ગામ થી હીરા બા પધારિયા
કંકુ ના પગલાં પાડી આંગણા દીપાવીયા

હે હીરા બા ના રૂપે છે દશામાત
મિતુલ વીરા નું માવતર કહેવાય
ચરણ પૂજા હીરા બા ની થાય છે રે
હે ભક્તો દર્શન કરી ને ધન્ય થાય છે રે

હો આવે દૂર દૂરથી દ્વારે માનવિયું
શ્રદ્ધા ના શ્રીફળ ને લાવે ચૂંદડિયું
હો નાગધરા ગામે ભક્તો ગુણલા રે ગાય છે
મિતુલ વીરા ની દશા માડી રાજી થાય છે

હે ડેલા ફળિયા માં વાગે ઢોલ તાલ
ઉડે ઉડે છે અબીલ ગુલાલ
જયકારા થાયે દશા માત ના રે
હે સોના સૂરજ ઉગ્યો છે મારે આંગણે રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.