X

DHOL VAAGE LYRICS | Kirtidan Gadhvi, Aishwarya Majmudar | Hoon Tari Heer

વેલેરા તમે આવજો સાજણ
વેલેરા તમે આવજો
વાટ નિહારું… નેણ પસારું
વેલેરા તમે આવજો

તારા કાજે સૂરજનું સોનું રે મગાવી અમે
નથડીના ઘાટ રે ઘડાવ્યા
સજન ઘર આવો ને
સજન ઘર આવો ને

તારાઓમાં ચાંદનીના રેશમી દોરા પરોવી
સપનાના હાર રે ગૂંથાવ્યા
સજન ઘર આવો ને
સજન ઘર આવો ને

ભૂલી પડી રે તારા સરનામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે

આંખો આંખોમાં કોઈ જંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે

રંગ જામે રે કાંઈ રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે

ભૂલી પડી રે તારા સરનામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે

કોના રે ઉજાગરામાં આંખો કરી લાલ
કોના રે ઉજાગરામાં આંખો કરી લાલ
ગાલો ઉપર ઊડે જાણે અબીર ગુલાલ
પરદેશી સાહેબા હો…જી
હોજી રે પરદેશી સાહેબા હો…જી

તારા વિના શું છે મારા ચોમાસાના હાલ
તારા વિના શું છે મારા ચોમાસાના હાલ
વાંચી લેજે મોકલી મેં વાદળી ટપાલ
પરદેશી સાહેબા હો… જી
હોજી રે પરદેશી સાહેબા હો…જી

ભૂલી પડી રે તારા સરનામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે

આજ આંખો આંખોમાં કોઈ જંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે

રંગ જામે રે કાંઈ રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે

ભૂલી પડી રે તારા સરનામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે
ઢોલ વાગે તો રાતોનો રંગ જામે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.