X

DWARKA UCHO DARBAR BETHO SHAMALIYO SARKAR LYRICS | MAHESH VANZARA, HANSHA BHARWAD

હો ઓરે માધા ઓરે કાન્હા દુવારક ના નાથ
ધોળી રે ધજાયું વાળા નાથ નો રે નાથ
ઓરે કાન્હા ઓરે માધા નાથ નો રે નાથ
ધોળી રે ધજાયું વાળા દુવારક ના નાથ

દ્વારિકા તારું ભલે દૂર રે પડે
તોયે મને આવાની જરૂર પડે
એ શેઠ નો રે શેઠ ક્યાં અમને મળે

હે હે દ્વારકા હા દ્વારકા
હે દ્વારકા ઊંચો સે દરબાર
બેઠો મારો શામળિયો સરકાર

હે દ્વારકા મોટો સે દરબાર
બેઠો મારો શામળ સા સરકાર

હો હૈયે ને હોઠે જેના ઠાકર rame
રખોપા એના મારો વાલો રે કરે
એ સ્વર્ગ નું રે સુખ ક્યાં અમને મળે

હે હે દ્વારકા હા દ્વારકા
એ દ્વારકા હોને મઢેલો દરબાર
બેઠો મારો શામળિયો સરકાર

એ દ્વારકા મોટો સે દરબાર
બેઠો મારો રાજા રે ધિરાજ

હો હાચા મન થી જપે જે
કાળિયા ઠાકર ના જાપ
શેઠ મળે આયી આપો આપ

હો દરિયા કોઠે દેવળ તારા
મોહન મારા મોરલી વાળા
વાલો તને ગોમતી ઘાટ

હો અખંડ વાલા તારા દિવા રે બળે
એના અજવાળા નવ ખંડ માં પડે
હો આભ સરીખી ધજા તારી ફરકે

હે હે દ્વારકા હા દ્વારકા
એ દ્વારકા ઊંચો સે દરબાર
બેઠી મારી ગરીબ ની સરકાર

એ દ્વારકા મોટો સે દરબાર
મને ત્યાં પાઘડીઓ રે હજાર

હો નાત સે રે મારી ભોળી
વિનવું તને હાથ જોડી
ખરા ટાણે આવજે માધા દોડી

હો માધા મારા મન ની વાણી
લેજે રે ઠાકર જાણી
દયા કરી દેજે રે થોડી

હો જેના પર વાલો મીઠી નજરો કરે
જગ માં કદી પોની એની પાછી ના પડે
ભલે લાખો વેરી તોયે જીત રે મળે

હે હે દ્વારકા હા દ્વારકા
એ દ્વારકા સોને મઢેલો દરબાર
બેઠો મારો શામિળયો સરકાર

એ દ્વારકા મોટો સે દરબાર
બેઠો મારો રાજા રે ધિરાજ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.