X

DWARKESH LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

ગોકુળ માં જાઉં તોયે, નથી મળતા
મથુરા ગયા તોયે, નથી રે જડતા
દ્વારકા ગયા તોયે, નથી હોંભળતા
ડાકોર ના ઠાકોર, કેવા ઉતરતા

હે કોઈ કેજો કાના ના કાનમાં
કેજો કાના ના કાનમાં
વાલા લેજો અમને ધ્યાન માં

હે કોઈ કેજો કાના ના કાનમાં
કેજો કાના ના કાનમાં
વાલા લેજો અમને ધ્યાન માં

અરે સમજાવું શું શાન માં
સમજાવું શું શાન માં
વાલા લેજો અમને ધ્યાન માં

હો દ્વારકા તારું દૂર સે
પણ જાવુ તો જરૂર સે
લઇ જાયે જો તું મને
તો કહે એ મંજૂર સે

હો જીવું શું બે ભાન માં
જીવું શું બે ભાન માં
વાલા લેજો અમને ધ્યાન માં

કોઈ કેજો કાના ના કાન માં
કેજો કાના ના કાન માં
વાલા લેજો અમને ધ્યાન માં

હે લેજો અમને ધ્યાન માં
મારા ઠાકર લેજો ધ્યાન માં

હો દુનિયા ને જોવી, તારી હારે મારે વાલીડા
પકડીલે હાથ, રેહજો સાથ, મારી કાનુડા
હો તું મારો નાથ, માઈ બાપ, અમે છોરુંડા
સંસારી સાગર, માં આગળ રેહજો ભેરુડા

જશોદા નો જાયો કોનજી કાળો
બની ગયો છે, ભઈબંધ મારો
જુદા ના પડતો, જોજે કોઈ દહાડો
વિખરાઈ જાશે, અમારો માળો

હો લાખો નમે તારા ધામ માં
લાખો નમે તારા ધામ માં
વાલા લેજો અમને ધ્યાન માં

અરે કોઈ કેજો કોના ના કાન માં
કેજો કોના ના કાન માં
વાલા લેજો અમને ધ્યાન માં

હે લેજો અમને ધ્યાન માં
મારા ઠાકર લેજો ધ્યાન માં

હો દોડ્યા હતા રે, તમે જયારે આવ્યા સુદામાં
એવી રીતે રે આવજો રે, અમારી હામાં

હો હો માંગુ જો કોઈ ની પાસે હું
તારા સરનામાં
કહે સે કણ કણ માં, વસે સે સુંદર શ્યામા

ગાયો ગોપી ને, વાલા ને છોડી
દ્વારકા વારા, આવો ને દોડી
ભક્તિ ના રસ માં રંગો ને ગોળી
ભગવાન ના ભેળું રમવું છે હોળી

હે તારો જીગો બેઠો તારા ગામ માં
રાજન-ધવલ ગામ માં
વાલા લેજો અમને ધ્યાન માં

હે કોઈ કેજો કાના ના કાન માં
કેજો કાના ના કાન માં
વાલા લેજો અમને ધ્યાન માં

અરે સમજાવું શું શાન માં
સમજાવું શું શાન માં
વાલા લેજો અમને ધ્યાન માં

લેજો દ્વારકા વારા ધ્યાન માં
મારા વાલા લેજો ધ્યાન માં

હો તારા ધબકારા હૃદય ને
તારા શ્વાસ માં શું
મન થી માનો જો હું કૃષ્ણ
વિશ્વાસ માં શું

હો કોઈ દુઃખી ની પીળાશ માં અહેસાસ માં શું
ગભરાશો નહિ, હું કાનુડો આસ-પાસ માં શું

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.