મારી ભૂલો ની ભૂલનારી રે
ભૂલી રે ભુલાતી નથી
મને હૈયા થી હેત કરનારી રે
ભૂલી રે ભુલાતી નથી
મારા માટે દુનિયા થી લડનારી રે
એ તો ભૂલી રે ભુલાતી નથી
એ મીઠુંડી રે વાતો કરી માથે હાથ ફેરવે
હરપલ નામ મારુ એના જીભ ના રે ટેરવે
હો એક થાળી માં રોજ જમે મારી રે સાથે
પેહલો કોળિયો ખવરાવે મને એના હાથે
જીગા ને જીવ ની જેમ રાખનારી રે
એ તો ભૂલી રે ભુલાતી નથી
મારી ભૂલો ની ભૂલનારી રે
એ તો ભૂલી રે ભુલાતી નથી
હો મારી દરેક વાત નું રે ધ્યાન એને હતું
એનું ને મારુ ખાલી ખોળિયું નોખું હતું
હો એના રે વાલપે મારુ સવાર રે થાતું
કોને કરું આવી મારી વેદના ની રે વાતું
મારા બોલેલા બોલ જીલનારી રે
એ તો ભૂલી રે ભુલાતી નથી
મારી ભૂલો ની ભૂલનારી રે
એ તો ભૂલી રે ભુલાતી નથી
મને ભૂલી રે ભુલાતી નથી
એ તો ભૂલી રે ભુલાતી નથી.