X

GAMADU MELI BHANVA HEDI BAJAR LYRICS | RAKESH BAROT

હો હો હો
આડા કોને હોભળી તારી વાતો
મેતો હોમભળ્યા હમાચાર હો
ગોમડું છોડી તુંતો ભણવા હેડી સે બજાર
મારુ ગોમડું છોડીન તુંતો ભણવા હેડી સે બજાર

હો ગોડી મારી

એ આડા કોને હોભળી તારી વાતો…વાતો
એ આડા કોને હોભળી તારી વાતો
હોંભળયા તારા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
હે મારા રે ભણતર માં કાળી રાતો હૂતો થઇ ગ્યો છું લાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર

એ આડા કોને હોભળી તારી વાતો
હોંભળયા તારા હમાચાર
ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
હે ગોડી ગોમડું મેલી ભણવા હેડી સે બજાર

હે તમે શહેર માં જાશો ગામ થી ગોઠેણો મળી જાશે
અમારું રણી-ધણી ઓય કોણ થાશે
હો હો આવતા વરહ ની ફી મારી કોણ ભરશે
તમારા વગરનું મારે ભણતર છોડવું પડશે

એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો…થાશો
એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો
અમે થાશું નિરાધાર
ગોમડું મેલી ભણવા હેડી સે બજાર

એ આડા કોને હોભળી તારી વાતો
મેતો હાંભળ્યા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર
હે તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર

એ અમે છોના છોના હમાચાર તમારા રે લેશું
તમને જોઈ રાજી રાજી થઇ જાશું
હે ગોડી મારી
વાગે ના પગમાં કોટા દુઆ એવી કરશું
આખી જિંદગી વાટો અમે તમારી રે જોશું

એ મારો રોમ તારું સપનું પૂરું કરશે..કરશે
એ મારો રોમ તારું સપનું પૂરું કરશે
તારો લાખો માં પગાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર

આડા કોને હોભળી તારી વાતો
મેં તો હોંભળયા હમાચાર
તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
હે તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
હે ગોડી મન મેલી ને ભણવા હેડી સે બજાર

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.