X

GARABO GUNJE GUJARAT NO LYRICS | RAKESH BAROT

હો બોલતો રે બોલતો મોરલો બોલતો
મીઠું મીઠું બોલતો મોરલો બોલતો

હે અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
હો વાગે ઝાઝર ને ઢોલ રૂડો રે ઢબૂકતો
વાગે ઝાઝર ને ઢોલ રૂડો રે ઢબૂકતો

હો અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાગે ઝાઝર ને ઢોલ રૂડો રે ઢબૂકતો

તાળીયો ના તાલે ગોળ ઘૂમતો
તાળીયો ના તાલે ગોળ ઘૂમતો

આજ ગરબો… આજ ગરબો…
હે આજ ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો
હો આજ ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો

હે અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાગે ઝાઝર ને ઢોલ રૂડો રે ઢબૂકતો

હો ટમટમતા તારલા ને આભલે મઢેલી
ટમટમતા તારલા ને આભલે મઢેલી
હો ટમટમતા તારલા ને આભલે મઢેલી
ઓઢી છે ચૂંદડી માં એ ભાતીગળ કેવી

હે માં એ આછીભાતે મોરલો દોરેલો
આછીભાતે મોરલો દોરેલો

આજ ગરબો… હે આજ ગરબો…
હે આજ ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો
હે રૂડો ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો

હો અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાગે ઝાઝર ને ઢોલ રૂડો રે ઢબૂકતો

હો ચાચર ચોકમાં રમે છે જોગણીયુ
ચાચર ચોકમાં રમે છે જોગણીયુ
હો ચાચર ચોકમાં રમે છે જોગણીયુ
ધનનન ધરણી ધ્રુજાવે હૌ માવડિયું

હે નાદ ચૌદ ભુવનમાં ગુંજતો
નાદ ચૌદ ભુવનમાં ગુંજતો

આજ ગરબો… આજ ગરબો
હે આજ ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો
હે રૂડો ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો

હો અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાગે ઝાઝર ને ઢોલ રૂડો રે ઢબૂકતો

તાળીયો ના તાલે ગોળ ઘૂમતો
તાળીયો ના તાલે ગોળ ઘૂમતો

આજ ગરબો… હે આજ ગરબો
કે રૂડો ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો
હે રૂડો ગરબો ગુંજે ગુજરાત નો
આજ ગરબો ગુંજે ગુજરાત નો

હો અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો
વાગે ઝાઝર ને ઢોલ રૂડો રે ઢબૂકતો

હે નવરાત નવેલી બની અલબેલી
નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી
પર્વત પર ખેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલી
બની ચંપક વેલી માંગ ભરેલી સોળ સાહેલી શણગારી
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી
માં અસુર વિખંડી અવતારી
માં અસુર વિખંડી અવતારી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.