X

Kaliyug Ni Endhani Na Joi Hoy Gujarati Bhajan Lyrics

કલયુગની એંધાણી ન જોઈ હોય તો,

જોઈ લ્યો ભાઈઓ

એવી કલયુગની છે આ એંધાણી રે

કલયુગની એંધાણી રે…

ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ…

વરસો વરસ દુકાળ પડે..

અને વળી સાધુ કરશે સૂરાપાન

આ બ્રાહ્મણ માટી ભરખશે

અને ગાયત્રી ધરે નહીં કાન

હે જી બાવા થાશે વ્યાભિચારી…

શેઢે શેઢો ઘસાસે…

વળી ખેતરમાં નહીં રહે ખૂંટ

આદિ વહાણ છોડી કરે

અને બ્રાહ્મણ ચઢશે ઊંટ

એવી ગાયો ભેંસો જાશે રે

એ દુજાણામાં અજિયા (બકરી) રહેશે…

કારડીયા તો કરમી કહેવાશે

અને વળી જાડેજા ખોજશે જાળા

નીચને ઘેર ઘોડા બંધાશે.

અને શ્રીમંત ચાલશે પાળા

મહાજન ચોરી કરશે રે

અને વાળંદ થાશે વેપારી….

રાજ તો રાણીઓના થશે

અને વળી પુરુષ થશે ગુલામ

આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં.

અને સાહેબને કરશે સલામ….

બેની રોતી જાશે રે

અને સગપણમાં સાળી રહેશે

એ ધરમ કોઈનો રહેશે નહી.

અને એક પ્યાલે વરણ અઢાર

આ શણગારમાં જો બીજું કોઈ નહીં રહે

અને સોભામા રહેશે વાળ…

ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે

રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી

છાશમાં માખણ નહીં તરે

અને વળી દરિયે નહીં હાલે વહાણ…

આ ચાંદ સૂરત તો ઝાખા થશે

એવો દાસ ધીરો એમ આ કહે છે રે

કીધુમાં આ વિચાર કરી

એવી કળયુગની એંધાણી રે..

એ ન જોઈ હોઈ તો, જોઈ લ્યો ભાઈઓ…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.