X

KARNAVATI MA VAGE JALARU LYRICS | GEETA RABARI

એ કર્ણાવતીમાં વાગે ઝાલરું
અષાઢી બીજ ઉજવાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

ટોળે વળ્યાં સૌ માનવીઓ
મગ જાંબુ નો પ્રસાદ વેચાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે
હે રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

એ મામાને ઘેર આવી ભાણિયું
નગર આખું હરખાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

આવા ગગને ગાજે નોબતો
શરણાયું સંભળાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

કર્ણાવતીમાં વાગે ઝાલરું
અષાઢી બીજ ઉજવાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે
હે રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે
વ્હાલો જોવા મળે

હો ભજન મંડળીઓ મોજમાં
અખાડાના ખેલ ભજવાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

આનંદ હિલોળે સૌ ઝુમતા
વ્હાલો આવ્યો જગતનો નાથ
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

કર્ણાવતીમાં વાગે ઝાલરું
અષાઢી બીજ ઉજવાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.