X

Khamma Khodal Lyrics | Kinjal Dave

હો ખમ્મા ખમ્મા
માં ખોડલ ખમ્મા
ખમ્મા ખમ્મા
માં ખોડલ ખમ્મા

હો માં ને મોડું કરવું છે ક્યાં
અંતર નો પોકાર પડે જ્યાં
અંતર નો પોકાર પડે જ્યાં
અંતર નો પોકાર પડે જ્યાં

હો માં ને મોડું કરવું છે ક્યાં
અંતર નો પોકાર પડે જ્યાં
માં મડ દે ચારણ ની બાળા
આવી ને ખમકાર કરે ત્યાં

હો શિરે ભેળીયા ઓઢી
કાળા કરવા બાળક ના રખવાળા
દોડી આવે માં મનબાળા
જપતા ખોડલ ખોડલ માળા
જપતા ખોડલ ખોડલ માળા
જપતા ખોડલ ખોડલ માળા

હે આયલ આવશે રૂમઝૂમ તી રે
મારી ખમકારી ખોડિયાર

હાથે ત્રિશૂળ શોભે ને
માં છે મગરી ની અસવાર

એ સમરથ ચારણ ની ભેળિયું રે
આખું ગજવે છે બ્રહ્માંડ
એ ખમ્મા ખમ્મા ખમકારી રે
મારી ખમકારી ખોડિયાર

હો નૈયા ને માં ડૂબતી તારે
લાવી ને માં પાર ઉતારે
દુઃખ દારીદર પળ ભાગે
એક જ ખોડલ ના ખમકારે

હા દિવ્ય તેજ અનુપમ માં નું
જે કઈ છે એ એની કૃપા નું
હાથ મૂકી બાળક ની માથે
ફેરવતી કિસ્મત નું પાનું..પાનું

હા રોહીશાળા પ્રગટી માં તું
રાજપરે રમનારી માં તું
માટેલ ને માં ઘરે ગળધરે
કાયમ છે વસનારી માં તું

હો ધામ વરાણે માં પરચાળી
કાગવડ માં છે બલિહારી
ઠેક ઠેકાણે મંદિર તોડા
ક્યાં નથી તું હે બિરદારી
ક્યાં નથી તું હે બિરદારી
ક્યાં નથી તું હે બિરદારી

હે આયલ આવશે રૂમઝૂમ તી રે
મારી ખમકારી ખોડિયાર

એ હાથે ત્રિશૂળ શોભે ને
માં છે મગરી ની અસવાર
માં છે મગરી ની અસવાર

હો સાત બેનો છો માં સુખકારી
આપ કહા ઓ મંગલકારી
માદા કુળ મા અવતરનારી
લીલા આપણી સૌથી ન્યારી

હો ભાલે આડ ને મગર સવારી
દિવ્ય તેજ છે ત્રિશૂળ ધારી
અરજી સુણજો બાળક જાણી
આઈ તમે ખોડલ ખમકારી….

ધૂપ તના તું ધમકારે
આવે છે ઝાલર ઝણકારે
ભાગે ભૂત પલીત ને ડાકણ
આઈ તણા એક જ ખમકારે

હો સોમલ બેને સુખડાં દીધા
પલ માં દુઃખ હટાવી દીધા
રૂપ તમે સમડી ના લઇ ને
નવઘણ જેવા દીકરા દીધા
નવઘણ જેવા દીકરા દીધા
નવઘણ જેવા દીકરા દીધા

હે તને સાદ કરે છે છોરું
માં કરતી ના તું મોડું
જય કવિ કે સરને રાખી
કરજે તું ખમકાર તારો
તારો ખમ્મા ભેડિયો હો..હો…જી
ખોડલ તારો ખમકાર ભેળીયો હો..હો…જી

હે જુનાળાનો રા બેની
જાહલ વારે જાય
માવલડી છે ભેડી એનો
વાળ ના વાંકો થાય
તારો ખમ્મા ભેળીયો હો..હો…જી
ખોડલ તારો ખમ્મા ભેળીયો હો…હો…જી
હે માડી તારો ખમ્મા ભેળીયો હો…હો..જી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.