X

KHODIYA JUDANE JIV EK LYRICS | SHITAL THAKOR

હો.. ખોળીયા જુદાને જીવ એક

હો… ખોળીયા જુદાને જીવ એક
પ્રિયા ના મૂકી જા પરદેશ
હો… ભવો ભવ પ્રીત્યુંની રીત
પ્રિયા ના મૂકી જા પરદેશ

ખોટી લાગણીઓનું વહી રહ્યું પાણી
આંખોથી લાગણીઓનું વહી રહ્યું પાણી
મારા દિલ ના દર્દ ને ના કોઈ શક્યું જાણી

હો… જુદા થયા રસ્તા ના એક
પ્રિયા ના મૂકી જા પરદેશ

હો… ખોળીયા જુદાને જીવ એક
પ્રિયા ના મૂકી જા પરદેશ…
ના મૂકી જા પરદેશ…

હો… સપના જોયાતા અમે તો તમારા
એક તમે હતા મારા સહારા
જીવથી વધુ એ તમને ચાહ્યાતા
સુરજ ચાંદાની સાથે તમને માંગ્યા તા…
તમને માંગ્યા તા

હો… નેણો ભીંજાય મારા તમારી યાદમાં
નેણો ભીંજાય મારા તમારી યાદમાં
નીંદર આવે નહિ કાળી આ રાતમાં

મારા કર્મે લખાયા કેવા લેખ
પ્રિયા ના મૂકી જા પરદેશ

હો… ખોળીયા જુદાને જીવ એક
પ્રિયા ના મૂકી જા પરદેશ…
ના મૂકી જા પરદેશ…

દિલ ના માળા દિલ થી બંધાયા તા
મનડાં મળ્યા ને હૈયા હરખાયા તા
હો… ખબર નતી કે એક દિ જુદા રે પડીશું
દલડાંની વાત પછી કોને કરીશું

અધૂરી રહી તારી મારી કહાણી
અધૂરી રહી તારી મારી કહાણી
યાદ રહી ગઈ બસ યાદો પુરાણી

કોના ભરોસે હવે જીવીશું
કોના ખભે માથું દઈને રડીશું
હવે કોના ભરોસે જીવીશું
કોના ખભે માથું દઈને રડીશું

હો… કોના ભરોસે હવે જીવીશું
કોના ખભે માથું દઈને રડીશું.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.