X

KISHMAT NA KAYDA LAKHE MOMAI MAA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT), POONAM GONDALIYA

મોરાગઢ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
મોરાગઢ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
ભડિયાદ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે

કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
મોરાગઢ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે

પૃથ્વી પાલવમાં સમાણી માતા નવખંડ પુંજાણી
પૃથ્વી પાલવમાં સમાણી માતા નવખંડ પુંજાણી

હે સાત સાગર પાઇ પખાળે મોમાઈ માં સુખદાતા રે
સાત સાગર પાઇ પખાળે મોમાઈ માં સુખદાતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
હે કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે

હે સતનો દીવો જગમાં બળે નવખંડે અજવાળા પડે
વા ફરેને વાદળ ફરે મોમાઈ માંનુ વેણ ના ફરે
હો કુળદીપક માં મોમાઈ આપે સદાય લીલી વાડી રાખે
મોમાઈ માંનુ હોય રખવાળુ દુશ્મનનો ના નજરું નાખે

હે મારી માં મોરાગઢ વાળી જાગતી જોગણી છે જોરાળી
મારી મોરાગઢ વાળી જાગતી જોગણી છે જોરાળી

હે રડતા આવે દ્વારે ઈતો હસતા ઘરે જાતા રે
રડતા આવે દ્વારે ઈતો હસતા ઘરે જાતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
હે કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે

એ રીજે મોમાઈ આપે એવું જીવનમાં રે થાય ના દેવું
ખીજે તો કોઈ ભીખ ના આપે મોમાઈ માંનુ સત છે એવુ
હો ભડિયાદ ગામે રમતી આવે અજુ ભુવાની ડેલીયે રમે
ભડિયાદરાની કુળદેવી એ મોમાઈ માંને દુનિયા નમે

હે વિજુ ભડિયાદની માતા માંના નામથી દુઃખ જાતા
વિજુ ભડિયાદની માતા માંના નામથી દુઃખ જાતા
હે દશે દિશા મોમાઈ માંના ગુણલા તો ગવાતા રે
દશે દિશા મોમાઈ માંના ગુણલા તો ગવાતા રે

કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
ભડિયાદ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે

પૃથ્વી પાલવમા સમાણી માતા નવખંડ પુંજાણી
પૃથ્વી પાલવમા સમાણી માતા નવખંડ પુંજાણી

હે સાત સાગર પાઇ પખાળે મોમાઈ માં સુખદાતા રે
સાત સાગર પાઇ પખાળે મોમાઈ માં સુખદાતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
હે કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.