X

Kon Halave Limdi Ne Kon Jhulave Pipli (કોણ હલાવે લીંમડી ને કોણ ઝુલાવે પીપળી) Lyrics | Ashit Desai, Foram Desai | Sonbai Ni Chundadi

એ લીલી લીલી લીંબડી જ રે
અને શીતળ એની જ છાંય

એ લીલી લીલી લીંબડી
ને શીતળ એની છાંય
બેન હીંચોળે હિચતી
એ હિચોવે ઈનો ભાઈ

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી

એ લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે
બેનડી ઝૂલે, ભઇલો ઝુલાવે ડાળખી

હે પંખીડા પંખીડા આ
ઓરા આવો હે એ પંખીડા,

બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે
બેનડી ઝૂલે, ભઇલો ઝુલાવે ડાળખી

એ આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે
બેનડી ઝૂલે, ભઇલો ઝુલાવે ડાળખી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.