X

Lado ladi jame kansar lyrics in gujarati – Gujarati Lagngeet

Lado ladi jame re kansaar| લાડો લાડી જમે રે કંસાર Lyrics in Gujarati

લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે,
નાખે મહીં ઘી કેરી ધાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે,
લાડો લાડી જોડે એક ગાંઠ,
અગ્નિની સાખે આજથી રે,
લાડો લાડી જમે રે…

સાસુજી શુભ સજીને શણગાર,
પીરસવાને આવ્યાં રે,
ઘીની વાટકી સાકર તૈયાર
થાળી ભરીને લાવ્યાં રે
લાડો લાડી જમે રે…

રહેશું રાખી એક તમારો હાથ,
માયાને મરજાદથી રે,
સુખે દુ:ખે રહેશું રંગ રોજ,
એક જ અંગે નેહથી રે,
નવલો દે છે સામ સામો હાથ,
જોડીને ગાંઠ દેહથી રે,
લાડો લાડી જમે રે…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.