X

Maa Baap Ne Bhulsho Nahi Lyrics | Hemant Chauhan | Maa Baap Ne Bhulsho Nahi

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઓગળશો નહિ
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઓગળશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડ પુરવા ભુલશો નહિ
એ કોડના પુરનારના, કોડ પુરવા ભુલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભુલશો નહિ
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભુલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભુલશો નહિ
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભુલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવાડ્યા આપને
ભીને સૂઈ પોતે અને, સુકે સુવાડ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ

ધન ખરચતાં મળશે બધું, મા બાપ મળશે નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ એ પુનિત ચરણની, એ ચાહના ભુલશો નહિ
પલ પલ પુનિત એ ચરણની, એ ચાહના ભુલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભુલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.