X

Maa Baap Nu Naam Roshan Karjo Gujarati Song Lyrics – Kriti Rao

સૌ…થી આ દુની…યા માં સારા છે માં ને બા…પ
ભગવા…ન થી પેલા મારા માં ને બા…પ

ઓ…જીંદગી માં એક કામ એવું કરજો

ઓ જીંદગી માં એક કામ એવું કરજો
જીંદગી માં એક કામ એવું કરજો
મા બાપ નું નામ તમે રોશન કરજો

ના ડુબશો તમે ના ડૂબવા દેજો
ના ડુબશો તમે ના ડૂબવા દેજો
મા બાપ નું નામ ઉજ્જવળ રાખજો

મા બાપ હોય વારી રબ લેશે ખબર તારી
તારી જીંદગી માં કોઈ ક્ષણ આવશે ના ભારી
મા બાપ હોય વારી રબ લેશે ખબર તારી
તારી જીંદગી માં કોઈ ક્ષણ આવશે ના ભારી

ના નમશો તમે ના નમવા દેજો
ના નમશો તમે ના નમવા દેજો
મા બાપ નું નામ તમે રોશન કરજો

ઓ…મા બાપ નું નામ તમે રોશન કરજો

ઓ…મા ની મમતા નું રુણ અણમોલ છે
પિતા ના પ્રેમે ના આવે કોઈ તોલ રે

હો…માતા પિતા છે સુખ નો છાયો
ઘડપણ માં બનજો તમે એમનો પડછાયો

મા બાપ રહેશે રાજી ઈશ્વર રહેશે હાજર
તારી હસતી જીંદગી માં ના આવશે ઉપાધિ
મા બાપ રહેશે રાજી ઈશ્વર રહેશે હાજર
તારી હસતી જીંદગી માં ના આવશે ઉપાધિ

ના હારશો તમે કદી ના હારવા દેજો
ના હારશો તમે કદી ના હારવા દેજો
મા બાપ ને સાથે સદાય રાખજો

ઓ…મા બાપ નું નામ તમે રોશન કરજો…

ઓ…મા બાપ ની આબરૂ તમારા હાથ માં
લાગે ના કલંક કદી એના રે નામ માં

હો…વિશ્વાસની દૂર રાખી જીવે હૈયામાં
ભરોશો તૂટે તો રોકાઈ જાય શ્વાશ ના

આંતરડી એની ઠારો રાજી રહેશે ઉપરવાળો
તારી જીંદગી માં દુઃખનો આવશે ના દાડો
આંતરડી એની ઠારો રાજી રહેશે ઉપરવાળો
તારી જીંદગી માં દુઃખનો આવશે ના દાડો

ના ઝુરશો કદી ના ઝૂરવા દેજો
ના ઝુરશો કદી ના ઝૂરવા દેજો
મન ની મુંઝવણ મા બાપ ને કહેજો

ના રડશો તમે ના રડવા દેજો
ના રડશો તમે ના રડવા દેજો
માં બાપ ને સદા તમે હસતા રાખજો…
સદા મા બાપ ને હસતા રાખજો

મા બાપ નું ના…મ રો…શ…ન ક…ર…જો……

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.