X

MANE HARGHADI SATAVE LYRICS | KAJAL MAHERIYA

મને હરઘડી સતાવે
મને હરઘડી રડાવે

હો હરઘડી સતાવે
મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે

આ મનને શું કેવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
હવે શું કરવા કરે પરેશાન

મને હરઘડી સતાવે
મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે

હો ઓ રે ભગવાન આતે
કેવી દીધી રે સજા
જિંદગીમાં મારી હવે
રહી નથી કોઈ મજા

હો તું પણ કહીને ના ગયો
મારી કઈ છે રે ખતા
મારી ખુદની હાલત જોઈને
મને આવે લજ્જા

હવે કોણ રે સમજાવે
કોઈ વાત એ ના માને
પ્રેમની કિંમત ને
એ થોડી પણ ના જાને

આ મનને શું કેવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
હવે શું કરવા કરે પરેશાન

હો પ્રેમ ભરી જિંદગીને
દુઃખ માં વિતાવી પડી
તારું કરેલું આજે
મારે ભોગવવું પડે

ઓ જિંદગીમાં મળશે બધું
પ્રેમ મારો નહિ રે મળે
સમય છે વીતી ગયો
સમજાવે ના ફરક પડે
સમજાવે ના ફરક પડે

તું મને છોડીને બસ
જો ખુશ રે રઈ પાવે
ભગવાન ને કહું છું
મારી યાદ પણ ના આવે

આ મન ને સમજાવ કોઈ યાર
હવે ભૂલી રે ગયો છે દિલદાર
હવે ના કરો મને કોઈ પરેશાન
હવે ના કરો મને કોઈ પરેશાન
હવે ના કરો મને કોઈ પરેશાન.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.