X

Mane Muskeli Jyare Pade Gujatai Bhajan Lyrics

મને મુશ્કેલી જ્યારે પડે, ત્યારે તને યાદ કરું.
સુખમાં હું વીસરું તને દુઃખમાં હું યાદ કરું.મૂડી હોય જ્યારે બે પૈસાની,
બની જાઉ હું ત્યારે બહુ અભિમાની
જ્યારે ખાવાના સાસા પડે
ત્યારે તને યાદ કરું

સાથે હોય જ્યારે બે સંગાથી,
ગજ ગજ ફુલે ત્યારે મારી છાતી
જ્યારે એકલડા મરવું પડે
ત્યારે તને યાદ કરું

યૌવન જ્યારે હવે અંગમાં છલકે,
પાપ કરતાં મારું મુખડું મલકે
જ્યારે કાયામાં કીડા પડે
ત્યારે તને યાદ કરું

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.