X

Mara Verio Re Roshe Lyrics |Neha Suthar

એ તારું કરેલું તને નડશે
એ તારું કરેલું તને નડશે
કાલે ખબર તને પડશે
એ આજે હસી કાલે રડશે
કાલે ખબર તને પડશે

મારી હારે હજાર હાથવાળી
મારી માતા છે દયાળી
એતો આવશે વારે મારી
મારી માતા છે દયાળી
મારી હોમું એતો જોશે
મારા વેરીઓ રે રોશે
મારી ખબરું એતો રેશે
મારા વેરીઓ રે રોશે

એ તારું કરેલું તને નડશે
કાલે ખબર તને પડશે
એ આજે હસે કાલે રડશે
કાલે ખબર તને પડશે

કર્યો ભરોસો એ હતી ભૂલ મારી
તોડી વિશ્વાસ મારી જિંદગી બગાડી
દુઃખી થશે દિવસો ને રડશે રાતો તારી
મારા અપમાનનો બદલો લેજે માડી

મારી સાથે સદા મારી માડી
મારી માતા છે દયાળી
વીતી જશે આ રાતો કાળી
મારી માતા છે દયાળી
મારી હોમું એતો જોશે
મારા વેરીઓ રે રોશે
મારી ભેળી માતા રેશે
મારા વેરીઓ રે રોશે

એ તારું કરેલું તને નડશે
કાલે ખબર તને પડશે
એ આજે હસે કાલે રડશે
કાલે ખબર તને પડશે

કરેલું તારું તારા પગમાં રે આવશે
આજે સમય તારો કાલે મારો આવશે
ધોળા દાડે તને તારા રે બતાવશે
પાપ તારા છાપરે ચઢી પોકારશે

જાય માતાના વેણ ના ખાલી
મારી માતા છે દયાળી
આજ આવી રે વારે તું મારી
મારી માતા છે દયાળી
મારી હોમું એતો જોવે
મારા વેરીઓ રે રોવે
મારી હોમું એતો જોવે
મારા વેરીઓ રે રોવે

તારા પાપ આજે તને નડે
રાતા પોણી એ તું તો રડે
જેનું કોઈ નથી એની સ માતા
ભાવથી ખબરું લેશે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.