X

Maro Jivanpanth Ujal

મારો જીવનપંથ ઉજાળ
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ। – પ્રેમળ જ્યોતિ …

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર ,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુ ને સંભાળ ,
મારો જીવનપંથ ઉજાળ। – પ્રેમળ જ્યોતિ …

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છોન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય। – પ્રેમળ જ્યોતિ …

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર। – પ્રેમળ જ્યોતિ …

ભભક ભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ। – પ્રેમળ જ્યોતિ …

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિષ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર। – પ્રેમળ જ્યોતિ …

કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વવટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર। – પ્રેમળ જ્યોતિ …

રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર। – પ્રેમળ જ્યોતિ .

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.