X

Mataji Nu Sapakhru Lyrics | Hemant Chauhan | T-Series Gujarati

અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા
આદિ વાસ હે તવમ્બા દશે દિકંબા વ્રદાઇ
શકમ્બા સદંબા શુભ મંબાસ્વાવલંબા શિવા
વેદે તું વિદંબા સચ્ચિદંબા વખણાઇ

નિપાવ્યા ભ્રેમંડા અંડા નારાયણી નવેખંડા
માર દીયા ઉદંડા કુદંડા દઇ માત
ઠારીયા દાનવા બંડા કરીયા ઘમંડા ઠંડા
રોપિયા અખંડા નામ ઝંડા રળિયાત

ભગતા તારણાં તું ઉતારણા ભારણાં ભૂમિ
કારણાં જગત દુ:ખ હારણાં કુશલ
મારણાં અસુર લીયે ચારણાં ઓવારણાં માં
રાખ્યે ધારણાં બંધાવે પારણાં રાંદલ

મહાખલ દૈત્ય બુરાચુરા ચુરા કીયા મુરા
મુગુટ મયુરા વ્રજ મથુરા મુકામ
રણછોડ રણશુરા મંગલ મધુરા રટે
નિત ઝળહળા નુરા આશાપુરા નામ

ચારવાણી ચારખાણી પરખાણી ચરચાણી
વેદવાણી પુરાણીયે વખાણી વિશાળ
મેરિયા ભુવાને પુત્ર જાણી દયા આણી મળી
પ્રગટ બ્રહ્માણી નાણી બુટ પરચાળ

માડી તું સરિતા વૃંદા મંદાકિની વંદા માત
નંદા તું અલક નંદા મહા નંદા નામ
ફાલગુની ગુણ છંદા ગાતા કટે ભવફંદા
હેતે હર્ષ કંદા પુરે હરસંદા હામ

અખીયાત રટુ બાત હજારી કી અહોરાત
ઉમિયા લીંબચ માત માતંગી ઉદાત
સમરુ દિવસ રાત સિકોતર સાક્ષાત
હરો ઉત્પાત રટુ હરસદ માત

આવ્યો બાઝ ઝપટકપટ છાજ કળિરાજ
સાંભળો અવાજ આઇ પોકારે સમાજ
તારો જાજ પુન પાજ ઉગારો ધરમ તાજ
હરસિધ્ધિ રાખો આજ લાજ હિંગળાજ

વડેચી રવેચી નમુ નાગણેચી માત વંદુ
મઢેચી નવેય ખંડ ગઢેચી મંડી
પહાડેચી ડુંગરેચી લાખણેચી લાગુ પાય
ચોટીલે ચાળકનેચી ચામુંડા ચંડી

માઇ તું સ્થપાઇ ઓળખાઇ નીત ગર્ય મધ્યે
કૃપાળુ બાઇ તું કનકાઇ કહેવાઇ
વારાહી તુળજા ગુણ ગાઇ ભાઇ ભાઇ વાહ
વંદુ સિંધવાઇ આઇ દગાઇ વેરાઇ

ત્રહુળેથી શઢ ફટી બેડલી સાયર તટી
તારવા વાણીયે રટી ઉમટી તરત
લાવી દયા ત્રમજટી જગડુને માથે લટી
સધી વાણવટી અટપટી તું શકત

તજી મન ઘેલડી તું વાત એલફેલડી તું
રુદિયે સેલડી રણ ઘેલડી કુ રટ
જરી કર્યે ટેલડી છોડાવે ભવ ઝેલડી જે
પ્રભુથીએ પેલડીમાં મેલડી પ્રગટ

મમ્માયા મુંબઇ વાળી મુંબામાત મરમાળી
કાળી કલકત્તાવાળી ક્રોધાળી કરાળ
ભુજાળી નેજાળી મોટા ગજાળી ધજાળી ભાળી
બહુચર બાળી બીરદાળી માં બલાળ

પાવાકી પાળકા ડુંગરાળ પંચ માળકા
અતાળકા પતાળકા તળાવ તટ આઇ
માત ગળે ફાળકા ભ્રેકુંડ મુંડ માળકા
કરાળકા જવાળકા તું કાળકા કેવાઇ

જેણે ખંભે ટાંગી ખોઇ જોગણીને જાચી જોઇ
કરે અરદાસ રોઇ શિતળાને કોઇ
પ્રાણ એના અમિ ટોઇ ઉગારે માં મન પ્રોઇ
સમરે હડકમોઇ રાંગળી સિંધોઇ

શ્રદ્ધા છોળ તરબોળ સપાખરુ કડી સોળ
કરી રચના હિલોળ આનંદ કિલ્લોળ
રસ ઝબકોળ “બચુ શ્રીમાળી”ઝકોળ રુદે
આઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ
આઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ
આઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.