X

Mena Rani Manma Vashi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)

હો પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે
હો જોઈ એના દલના ડોલ્યા તાર રે
કે મેના રાણી મનમાં વસી રે

હે અણિયારી આંખનો નેડો મને લાગ્યો
ચટકંતી ચાલ જોઈ ઝટકો મને લાગ્યો
અરે બની ગઈ છે એતો મારી જાન રે
કે મેના રાણી મનમાં વસી રે

હે પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે

હે ચોથી આઈ નમણી નાર મારા રે મલકમાં
ચોય ના જોઈ મેતો એના જેવી રે જગમાં
હો હૈયું હરખીને મારુ રહે નહિ હાથમાં
મોનતું નથી મન મારુ બીજી કોઈ વાતમાં

અરે ચાંદ શરમાય એવો લટકો એનો લાગ્યો
મારી બનાવાનો ઉમળકો રે જાગ્યો
હા માયા લાગી મને એના રૂપ ની
કે મેના રાણી મનમાં વસી રે

હે પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસી રે

અરે કાળા ભમ્મર વાળ એના કાજલયાળી આંખડી
તારીફ શું કરું હવે હું એના શોખની
હો લાગે મુસ્કાન મને જબરી એના હોઠની
થઇ ગ્યો મને પ્રેમ એની હારે હાચા દિલથી

અરે મોની લીધી મેં તો એને રૂદિયાની રાણી
ભરવા છે એને મારા ઘરના રે પોની
હા કેતા જજ્યો મળશું ચિયા ગોમ રે
કે તમે મારા મનમાં વસ્યા રે

હે પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મારા મેના રાણી
કે મેના રાણી મનમાં વસી રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.