X

PREM VIJOGAN LYRICS | Vikram Thakor, Darshna Gandhi | Tu Adhuri Varta No Chhedo

પ્રેમ વિજોગણ બની ભટકી રહી છું
વિરહની આગમાં સળગી રહી છું
પ્રેમ વિજોગણ બની ભટકી રહી છું
વિરહની આગમાં સળગી રહી છું

એના વિના કેમ રે રહુ..?
દર્દ મારા કોને કહું..?

કેને કુદરત હું શું કરું..?
કેને મારા રામ હું શું કરું..?
કેને કુદરત હું શું કરું..?
કેને મારા રામ હું શું કરું..?

પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ

તારા વિના હવે નથી રે રેવાતું
નથી એ તો મળતા એને ક્યાં જઈ શોધું
દર્દ આ દિલનું નથી સહેવાતું
એની રે યાદમાં મારી આંખે વરસે આંસુ

કેટલો કરું શું પ્રેમ કોને રે બતાવું
માનતું નથી આ મન કેમ રે મનાવું

વિયોગ આ કેમ રે સહુ..?
કોને જઈ ને હું કહું..?
કેને કુદરત હું શું કરું..?
કેને ભગવાન હું શું કરું..?

પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ

જુરી જુરી શોધું મારો પ્યાર ક્યાં ખોવાયો
ખીલેલા ફૂલનો મારો બાગ રે કરમાયો
બન્યું જગ વેરી મારો છૂટ્યો પડછાયો
પ્રેમથી બાંધેલો મારો માળો વિખરાયો

સમય બન્યો છે મારા સપના બાળનારો
હાથથી છૂટ્યા છે મારા દિલ ના અરમાનો

કેને કુદરત હું શું કરું..?
કેને મારા રામ હું શું કરું..?
કેવા લખ્યા વિધાતા રે લેખ
હાથે નથી મળવાની રેખ

પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.