X

Raat Andhari Sati Ne Vayak Aavya Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી
એ જી મારે જાવું ગુરુના દરબાર રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

રાત અંધારી ઝરમર મેહુલા વરસે રે જી
રાત અંધારી ઝરમર મેહુલા વરસે રે જી
એ જી મારે પારણીયે રોવે નાના બાળ રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

ડાબું જોવું તો વ્હાલા ડુંગરા ડોલે જી
ડાબું જોવું તો વ્હાલા ડુંગરા ડોલે જી
એ જી મુ જો જમણું જોવું તો નદીએ તાણ રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

અરે હેઠા બેહુ તો મારા ગુરુજી લાજે રે જી
હેઠા બેહુ તો મારા ગુરુજી લાજે રે જી
હે જી મુ તો પાછી વળું તો વાયક જાય રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

ભઈ રે તારુંડા વીરા તુજને વિનવું જી
ભઈ રે તારુંડા વીરા તુજને વિનવું જી
હે જી તમે અમને ઉતારો પેલા પાર રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

આજની રે રાત સતી આહિંયાજ રહો ને
આજની રે રાત સતી આહિંયાજ રહો ને
હે જી તમને સવારે ઉતારું પેલા પાર રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

ભઈ રે તારુંડા વીરા વાંઝિયો રેજે જી
ભઈ રે તારુંડા વીરા વાંઝિયો રેજે જી
હે જી તારી જીભલડીમાં કરડે કાળો નાગ રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

પેલું તે પગલું સતી એ જમાનામાં મેલ્યું જી
પેલું તે પગલું સતી એ જમાનામાં મેલ્યું જી
હે જી અને જમનાએ દીધો એને નાદ રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

પાછું રે વળીને સતી રૂપાબાઈ બોલ્યા રે જી
પાછું રે વળીને સતી રૂપાબાઈ બોલ્યા રે જી
હે જી પેલા તારું તારું તરાપો જોને જાય રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

સોનાનો ટાપો સતી એ પાટ પર મેલ્યો જી
સોનાનો ટાપો સતી એ પાટ પર મેલ્યો જી
હે જી દેજ્યો અમને વધાવી હાચા મોતીડે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

ઉગમસિંહની ચેલી સતી રૂપાબાઈ બોલ્યો જી
ઉગમસિંહની ચેલી સતી રૂપાબાઈ બોલ્યો જી
એ જી અમને સંત ચરણમાં વાસ રે જી
દેજ્યો અમને સંત ચરણમાં વાસ રે જી
દેજ્યો અમને સંત ચરણમાં વાસ રે હા.. હા..
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી

રાત અંધારી સતીને વાયક આવ્યા રે
હે જી મારે જાવું ગુરુના દરબાર રે હા
રાત અંધારી સતીને વાયક આવ્યા રે જી
રાત અંધારી સત ને વાયક આવ્યા રે જી
રાત અંધારી સત ને વાયક આવ્યા રે જી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.