X

SALANGPUR VALA LYRICS | POONAM GONDALIYA

ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા
ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા

સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા

સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા
સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા
હે હનુમાન ભીડભંજન મારા ભવ ભય દુઃખ હરનારા

સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા

ભૂત પ્રેત ભૂતાવળ ભાગે ડાકીણી સાકીણી ભઈ ભાગે
ભૂત પ્રેત ભૂતાવળ ભાગે ડાકીણી સાકીણી ભઈ ભાગે
તવ હાક પડે જયારે દાદા સંકટ સૌના વિરામ પામે
સંકટ સૌના વિરામ પામે

તમે પરચા આપ્યા અનંત જનને
તમે પરચા આપ્યા અનંત જનને કષ્ટ તણા હણનારા

સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા

ગોપાળા નંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા
ગોપાળા નંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા
અતિ ક્રોધ પ્રતાપ જણાવ્યા ડંકા દેશ વિદેશ વગાડ્યા
ડંકા દેશ વિદેશ વગાડ્યા

તમે સાળંગપુરમા પ્રગટ બિરાજો
તમે સાળંગપુરમા પ્રગટ બિરાજો દુઃખ હરી સુખ દેનારા

સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા

તમે સાળંગપુર બિરાજી સુખ આપ્યા અનંત અવિકારી
તમે સાળંગપુર બિરાજી સુખ આપ્યા અનંત અવિકારી
સૌ ભક્તોના સુખરાશી હનુમંત અવિચળ છો અવિનાશી
હનુમંત અવિચળ છો અવિનાશી

ભક્તોના દિલમા અખંડ બિરાજો
ભક્તોના દિલમા અખંડ બિરાજો ભક્ત તણા રખવાળા

સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા

સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા
સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા
હે હનુમાન ભીડભંજન મારા ભવ ભય દુઃખ હરનારા

સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા
સાળંગપુર વાળા હનુમાન દાદા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.