X

SASU NA PADE KANUDA NA DADE LYRICS | RAKESH BAROT, KINJAL RABARI

શુ કોમ તું તો રેશે સડી સડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ચમ ખૂણે ઉભી રોવે ખડી ખડી
ઘર માં મારી સાસુ સર ખે પડી
વાતે વાતે ઓગળે ઘડી ઘડી

હે જોવા વસ્તી ને લોક હઉ આયા
મારા ઘર ના આ ખેલ શુ મંડાયા
પિયર જાવાની ના મને પાડે
એમાં વળી આ કોનૂડા ના દાડે

હે વાહ ની આખી વસ્તી જોવા ચઢી
વાહ ની બધી વસ્તી જોવા ચઢી
શુ કરું પણ સાસુ સર ખે પડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ઘર માં મારી સાસુ સર ખે પડી

હો સવારે વહેલી ઉઠી પોણીડો ભરાવે
છાણપુંજો ને વાસિંડો વળાવે
હો માં ની ઉંમર છે તો કોમ માથે આવે
એમાં તો તું સુ રોતડા રે રોવે
હો માં ને દીકરી બે ખાટલે ચઢી ખાવે
ટોંપા ટૈયા બધા મને એ કરાવે

તમારે બેને બસ ઓટી પડી જી સે
તારા મગજ માં કોક વાત ફિટ થી સે
હો નક્કી ગોડી કોક ના વાદે ચઢી
હો નક્કી તું તો કોક ના વાદે ચઢી

શુ કરું પણ સાસુ સર ખે પડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ઘર માં મારી સાસુ સર ખે પડી

હો ભા નું ભાત લઇ જવાનું મારે વાડીયે
તમે તો હો સો તમારી નૌકરીયે
હો પાકા આ પોન કાલ ખરી રે જવાના
નહિ હોય એ દાડે યાદ રે આવવાના

હો સમજુ સુ એટલે તો કોય નથી કેતી
તમારી આગળ આ વરાળ બધી કાઢતી
જવું હોય તો જા તન નથી રોકી કોઈ એ
હાલ મેલવા આવું તને તારે મૈયરીયે

જવાની નથી કદીયે મેં ના પાડી
જવાની નથી કદીયે મેં ના પાડી
શુ કરું પણ સાસુ સર ખે પડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ઘર માં મારી સાસુ સર ખે પડી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.