X

Shivaji Nu Halardu Gujarati Song Lyrics – Arvind Barot, Meena Patel

આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઇને આવ્યા બાળ રે
જીજાબાઇને આવ્યા બાળ
બાલુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા ડોલે
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે

એ..પેટમાં પોઢીન હા પેટમાં પોઢીન હાભળેલી બાળે રામ લખમણની વાતરે
શિવા રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી ઊડી એની ઉંઘ તે દી થી
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે

એ..પોઢજો રે મારા પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે
શિવા પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રે’શે
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે…

એ..ધાવજો રે મારા એ જી ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ રે
શિવા ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે

એ..પેરી ઓઢી લેજો પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરોજી ચીર રે
પીળા લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે ઢાંકણ તે દી’ ઢાલનું થાશે
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે

એ..ઘૂઘરા ધાવણી ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રે
શિવા ફેરવી લેજે આજ
તે દી તારે હાથ રે’વાની રાતી બંબોળ ભવાની
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે…

અરે લાલ કંકુ કેરો લાલ કંકુ કેરો ચાંદલાને ભાલે તાણજો કેસર આડ રે
ભાલે તાણજો કેસર આડ
તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા
શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજાબાઇ ઝૂલાવે

એ..આજ માતા ચોડે આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ઝીલજો બેવડ ગાલ રે
શિવા ઝીલજો બેવડ ગાલ
તે દી તારા મોઢડા માથે ઘુંવાધાર તોપ મંડાશે
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે

એ..આજ માતાજીની આજ માતાજીની ગોદમાં રે તુંને હુંફ આવે આઠે પોર રે
તુંને હુંફ આવે આઠે પોર
તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે

આજ માતા દેતી આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ રે
કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી પાથરશે વીશ ભુજાળી
શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજાબાઇ ઝૂલાવે

એ..આજ માતાજીને આજ માતાજીને ખોડલે તારા માથડાં ઝોલે જાય રે
તારા માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર બંધૂકા
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે

એ…સૂઇ લેજે મારા સૂઇ લેજે મારા કેસરી રે તારી હિંદવાણું જોવે વાટ રે
તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા માને હાથ ભેટ બંધાવા
જાગી વે’લો આવજે વીરા ટીલું માના હાથ નું લેવા
ટીલું માના લોહીનું લેવા….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.