X

TAME THAI JYA MOTA MEM LYRICS | RAKESH BAROT

એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા
એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા
એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા

નાના હતા નિશાળ માં પાહે પાહે બેહતા
બારી એ થઇ ને બસ માં ચઢી સીટ અમે રોકતા
એ હતા કોલેજ માં હાથો હાથ ભેળા ભણતા તા
આવતા જતા થાતો સંગાથ ભેળા ભણતા તા

એ બર્થડે હતો તારો ને મેં કર્યો તો મેસેજ
હેપી બર્થડે લખી લાઈક કર્યું તારું પેજ
એ ફોટો તારો ચઢાવી મેં ટેગ કરી તને
થૅન્ક યુ લખી તે રિપ્લાય કર્યો તો મને

બાર માં મહિના ની તેર તારીખ મને યાદ છે
એ તારી કેક નો મોઢામાં હજુ સ્વાદ છે

હે નથી ખાધી હજી બીજા કોઈ ની કેક
ભેળા ભણતા તા…
સ્વાદ રેવો જોઈએ તારો એજ ભેળા ભણતા તા

એ મને યાદ છે એ તને યાદ હશે વાતો
કેવી રીતે ભુલાય આ પ્રેમ નો નાતો
એ પ્રેમ ની વાતો ભૂલે ભુલાય એવી નથી
તને મને આ વાત ની ખબર છે બધી

એ હમજુ છુ કૈક તારી હશે મજબૂરી
એટલે તું રાખતી હશે મારાથી દુરી

એ થઇ જ્યો આઘો ને આવે નઈ યાદ ભેળા ભણતા તા
મારી એટલી એક જ ફરિયાદ ભેળા ભણતા તા

એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા
એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.