X

Tara Dukh ne Khankheri Nakh Lyrics in Gujarati

પાણીમાં કમળની થઇને પાંખ,જીવતરનું ગાડું હાંક,
સંસારી રે, તારા રામનો ભરોસો રાખ.
માટીના રમકડાં ઘડનારાએ એવાં ઘડ્યાં,
ઓછું પડે એને કાંખનું કામ, જીવતરનું ગાડું હાંક
તારું ધાર્યું કંઇ ના થાતું, હરિ કરે સો હોય,
ચકલાંચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોય
ટળ્યાં ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક.
જીવતરનું ગાડું હાંક
કાપડ ફાટ્યું હોય તો તાણો નહીંને તુણીયે,
પણ કાળજું ફાટું હોય તો કોઇ કાળે સંધાય નહીં.
કેડી કાંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ
મન મૂકીને સોંપી દે તું, હરિને હાથ લગામ.
હે ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે,
અમથી ના ભીની કર આંખ, જીવતરનું ગાડું હાંક.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.