X

Ishwar Padyo Nathi Rasta Ma Lyrics in Gujarati

કૃષ્ણની પાસે જવું હોય તોથાવું પડે સુદામા …
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ..
બે ફૂલ ચઢાવે મૂર્તિ પરપ્રભુ નહીં મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં …
સાચું છે એ સચરાચર છેસાચુ છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે …
પણ ચો ધારે વરસે મેહૂલીયો તોમળે એક ટીપામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં …
રામનું સ્વાગત કરતાં ઋષિઓજાપ જપંતા રહી ગયા,
એઠા બોરને અમર કરીનેરામ શબરીના થઈ ગયા,
નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં,
નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં,
પણ નશીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં …

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.