X

TARU ABHIMAN MARI MATA UTARSE LYRICS | VIJAY SUVADA

જબરો તારો પાવર ઉતારી રે દેશે
જબરો તારો પાવર ઉતારી રે દેશે
ઠેકોણે તારી અક્કલ લાવી દેશે

હું તો નહિ બોલું મારી માતા બોલશે
કિસ્મત ના તાળા મારી માતા ખોલશે
તારુ અભિમાન મારી માતા ઉતારશે
હે તારું અભિમાન મારી માતા તોડશે

જબરો તારો પાવર ઉતારી રે દેશે
ઠેકોણે તારી અક્કલ લાઈ દેશે

કાગળ ના કટકા માટે આબરૂ તે લીધી
હોના જેવી નગરી મારી હળગાવી તે દીધી
હસ્તી ખેલતી ઝેર કરી મારી તે જિંદગી
ખોટા વેણ બોલી મારી જિંદગી અપમાનિત કીધી

તારી હરાજી રે થાશે માતા જો વળગશે
કર્મો ના તારા ચોપડા રે ખોલશે
હે તારું અભિમાન મારી માતા ઉતારશે
અરે અરે અરે ઓ તારું અભિમાન મારી સિંહણ ઉતારશે

પાવર ના કર તું ખોટો રૂપિયા નો
છેતરી ને લીધુ આ તો હક છે દુનિયા નો
તારા ગુનાઓ ના જયારે પોટલાં ભરાશે
મારી માતા નો એ દી હુકમ થાશે

વાયરા રે વાસે જો જે ચારે દિશા માં
રસ્તો નહિ મળે તને એક એ દિશા માં

તારું અભિમાન મારી માતા ઉતારશે
અરે અરે અરે ઓ તારું અભિમાન મારી સિંહણ ઉતારશે
અરે અરે અરે ઓ તારું અભિમાન મારી સિંહણ ઉતારશે

કે માં
કે માં નીતિ ન કરમ ધર્મની વાતો જુદી દેરા
સતિયા પોરા માં રાજા રાવણ નું અભિમોન નતું રહ્યું દેરા
અતાર કાળા મોથા નું મૌનવી પોતાની જાત ન
પોતાના અવતાર ન પોતાના આત્મા ન
કોક હમજી ન બેઠો સ દેરા

પણ એન ખબર નથી
જીની હોના ની લંકા હતી
જી ના ઘેર 33 કરોડ દેવોનો વાહો હતો દેવી
જબરી જબરી હતી એના પોરા માં
રાજા રાવણ નું અભિમોન હતું ઈ ન
અભિમોન ઉતારનારા મળી જ્યાં

તું તો કાલા માથા ના મોનવી જરૂર
તન આ કલયુગ માં તમારી કિંમત હમજ જો
આપડે તો હજી રતી એ તલ ભારે કોય કશું બન્યા નથી
ચેટલાય આયા ન ચેટલાય જતા રહ્યા ભોમકા માં
સિકંદર જેવા 1 કરોડ પાકી જ્યાં સ ન પાકે જવાના

અભિમોન રાખો તો હારપન નું રાખજો
કોક ગરીબ ન કાલી રાતે ટેકો કરજો
કોક ના માટે જિંદગી જીવ જો
પોતાના માટે તો હાઉ જીવ સ દેરા

કોક ના માટે જીવશો તો કાલ
પુણ્ય ની પાળો બંધાઈ જાહે
કાલ હારા ઘેર જન્મારો મલશે એટલ

કોઈ નું હારું કર્યા માં ઓગાળી ના કરો તો કોઈ નહિ પણ
કોઈ ના ખોટા માં રાજી ના રેતા
આટલું ધરમ ન નેમ પાડશો તો
આ કલયુગ માં એ લૂઘડે ડાધ નહિ પડ
શરીરે કોઈ દાડો રોગ નહિ આવ દેરા

કોઈ દાડો તમારા એ મલખામાં ધૂળ નહિ પડ
મારુ વેળા નું દેરું મારો મા ને બાપ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.