X

TU NAHI SAMJE TO BIJU KON SAMAJSE LYRICS | NITIN BAROT

મને તું હમજવાની કોશિશ કર
મને તું હમજવાની કોશિશ કર
તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે

જુદા પડવાની વાતો ના કર
જુદા પડવાની વાતો ના કર
તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે

વિચારેલા સપના તુટી રે જાહે
એટલું તો કે અલી મારૂ હું થાહે

મને તું હમજવાની કોશિશ કર
મને તું હમજવાની કોશિશ કર
તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે

દિલની વેદના ચહેરા પર દેખાય છે
પણ મારી હાલત તને ચો હમજાય છે
જેને જોઈ હસતા એ રડાવી રે જાય છે
દિલને ત્યારે બહુ ખોટું લાગી જાય છે

હાચું કહું તો તમને આવા નોતા ધાર્યા
નાજુક દિલ પર ઘાવ ચમ માર્યા

મને તું હમજવાની કોશિશ કર
મને તું હમજવાની કોશિશ કર
તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે

હો… મોઢું જોઈ મનની વાત જોણી લેતા
કીધા વગર બધું હમજી રે જાતા
અરે એક પળ મારા વગર નો રેતા
પારકા કરી તમે દિલ તોડી દેતા

અલી પ્રેમનો જુગાર તારા વિશ્વાસે ખેલ્યો
તોય તે ચમ મને એકલો રે મેલ્યો

મને તું હમજવાની કોશિશ કર
મને તું હમજવાની કોશિશ કર
તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે
અલી તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે
અલી તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.