X

TU TO RUPIYE TOLAI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હું કઉ એટલું કરે એ પૂછી ને પગલું ભરે
હું કઉ એટલું કરે એ પૂછી ને પગલું ભરે
મારા માટે એ મરે જગત વાતું રે કરે

મારા પડેલા બોલ ઝીલનારી ક્યાં ગઈ
એ તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ
એ તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ

તારા રે પ્રેમના આંખે મેં પાટા બાંધ્યા
મારો જીવ કહીને જીવતે મારી નાખ્યા
મતલબી પ્રેમ તારો અમે ના સમજી શક્યા
દિલનું દર્દ આ કોઇને કહી ના શક્યા

મારુ કીધું રે બધું કરનારી રે ક્યાં ગઈ
તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ
એ હવે તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ

મારા વિના તને તો ઘડિયે ગમતું નતું
પ્રેમ મારો હાચો હતો કોઈ રમકડું નતું
તારી હાટુ જીગાએ ઘણું બધું જતું કર્યું
તોય કેમ જાનું તારે બેવફા બનવું પડ્યું

હે… મારા ગળાના હમ ખાનારી રે ક્યાં ગઈ…
એ તું તો રૂપિયે તોળાઈ ને મારી જિંદગી રોળાઈ
એ હવે તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ
એ તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.