સાજન તારી શેરીએ
અમે રજ થઇ ને રહીશુ
કાંટા વીણી ને કેળીયે
તારા પગલાં ચૂમી લેશુ
પગલાં ચૂમી લેશુ
માથે રૂડી પાઘલડી ને રંગે રે રૂપાળો જો
વાંકલડી મૂછો રે એની હવાજ જાણે આયો જો
માથે રૂડી પાઘલડી ને રંગે રે રૂપાળો જો
વાંકલડી મૂછો રે એની હવાજ જાણે આયો જો
હૈયે રે ચિત્તડાયો વાલો રે ગુજરાતી
લાગે વાલો વાલો વાલીડો ગુજરાતી
હૈયે રે ચિત્તડાયો વાલો રે ગુજરાતી
લાગે વાલો વાલો રે મને વાલીડો ગુજરાતી
દિલનો એ દિલદાર છે વાલ નો વરસાદ છે
હેત ની વાદલડી હુંયે પ્રીત ની રસ ધાર છે
હો દિલનો એ દિલદાર છે વાલ નો વરસાદ છે
હેત ની વાદલડી હુંયે પ્રીત ની રસ ધાર છે
એને જોઈ હું વાળી વાળી જાતિ
એને જોઈ હું વાળી વાળી જાતિ
હૈયે રે ચિત્તડાયો છોળો રે ગુજરાતી
મનડાં નો મારો ધણી વાલો રે ગુજરાતી
હૈયે રે ચિત્તડાયો છોળો રે ગુજરાતી
મનડાં નો મારો ધણી વાલો રે ગુજરાતી
હો રુદિયે એના રાજ છે વાલી એની વાત છે
વાલીડો એ વાલમ મારા હૈયા નો ધબકાર છે
ઓ રુદિયે એના રાજ છે વાલી એની વાત છે
વાલીડો એ વાલમ મારા હૈયા નો ધબકાર છે
મીઠી એની બોલી દુનિયા માં વખણાતી
મીઠી એની બોલી દુનિયા માં વખણાતી
હૈયે રે ચિત્તડાયો વાલો રે ગુજરાતી
સૌ થી એ સવાયો વાલીડો ગુજરાતી
હૈયે રે ચિત્તડાયો મીઠુંડો ગુજરાતી
આયો રે ભઈ આયો રંગીલો ગુજરાતી
મીઠુંડો ગુજરાતી
વાલો રે ગુજરાતી
મારો વાલીડો ગુજરાતી