X

Vishwambhari Stuti Lyrics | Mangal Aarti

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દૂરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ભુલો પડી ભવરણે ભટકુ ભવાની
સુઝે નહી લગિર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ્ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

આ રંકને ઉગરવા નથી કોઈ આરો
જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો
ના શું સુણો ભગવતી શિશુ ના વિલાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારુ
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતી ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિત ના કરી માફ પાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી
આ જિંદગી થઈ મને અતિશય અકારી
દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો
મામ્ પાહિ ઓમ્ ભગવતી ભવદુઃખ કાપો

ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ઘારો
બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જાડયાંધકાર દુર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું
સદભક્ત સેવક તણા પરિતાપ છાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

તારા સિવાય જગત માં નથી કોઈ મારું
સાચા સદા ભગવતી તુજને સંભારું
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ભૂલું કદાચ ભવપાશ તણા પ્રસંગે
માંગુ ક્ષમા ત્રિપુરષારી આ પ્રસંગે
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

જેની કૃપા થી ગિરિરાજ ચઢે અપંગે
જેની કૃપા થી વિષ થાય સુદા સમાન
તેવા દયાળુ ભગવતી તુજને પ્રણામ
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

અંબા ભવાની જગદંબા કરો સહાય
આરાસુરી મન સદા તવ ભક્તિ થાય
હસ્તે ત્રિશુલ ધરી ને અસુરો સંહાર્યા
સંકટ માં દ્વિજ સેવક ને ઉગાર્યા
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દૂરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.