જય જય શ્રીયમુના મા |Jay jay shri Yamuna ma lyrics in Gujarati
Jay jay shri Yamuna ma lyrics in Gujarati — Lyrics
જય જય શ્રીયમુના મા, જય જય શ્રીયમુના (૨)
જોતાં જનમ સુધાર્યો (૨), ધન્ય ધન્ય શ્રીયમુના…
જય જય શ્રીયમુના મા…
શામલડી સુરત, માં મૂરત માધુરી (૨)
પ્રેમ સહિત પટરાણી (૨), પરાક્રમે પૂરાં..
જય જય શ્રીયમુના મા…
ગહવર વન ચાલ્યા, મા ગંભીરે ઘેર્યા (૨)
ચુંદડીએ ચટકાળાં (૨), પહેર્યા ને લહેર્યા
જય જય શ્રીયમુના મા…
ભુજ કંકણ રૂડાં, મા ગુજરીયા ચૂડી (૨)
બાજુબંધ ને બેરખા (૨), પહોંચી રત્ન જડી
જય જય શ્રીયમુના મા…
ઝાંઝર ઝમકે, મા વિછીયાને ઠમકે (૨)
નેપૂરને નાદે મા (૨), ઘુઘરીને ઘમકે
જય જય શ્રીયમુના મા…
સોળે શણગાર સજ્યા, મા નકવેસર મોતી (૨)
આભરણમાં ઓપો છો (૨), દર્પણ મુખ જોતા
જય જય શ્રીયમુના મા…
તટ અંતર રૂડાં, મા શોભિત જળ ભરીયાં (૨)
મનવાંછિત મુરલીધર (૨), સુંદર વર વરિયાં
જય જય શ્રીયમુના મા…
લાલ કમળ લપસ્યા, મા જોવાને ગ્યાતા (૨)
કહે “માધવ” પરિક્રમા (૨), વ્રજની કરવાને ગ્યાતા
જય જય શ્રીયમુના મા…
શ્રીયમુનાજીની આરતી, મા વિશ્રામ ઘાટે થાય (૨)
તેત્રીસ કરોડ દેવતા (૨), મા દર્શન કરવા જાય,
ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય….
જય જય શ્રીયમુના મા…
શ્રીયમુનાજીની આરતી મા જે કોઈ ગાશે,
ના જે ભાવે ગાશે, તેના જનમ જનમના સંકટ સર્વે દૂર થાશે,
તેનો વ્રજમાં વાસ થાશે
જય જય શ્રીયમુના મા…
Jay jay shri Yamuna ma, jay jay shri Yamuna
Jota janam sudharyo jota janam sudharyo
Dhanya dhanya shree Yamuna,
Jay jay shri Yamuna ma…
Shamladi surat ma murat maadhuri…2
Prem sahit patraani, prem sahit patraani
Paraakrame pura, jay jay shri Yamuna ma…
Gahrav van chaalya maa gambhire gherya…2
Chundadiye chatkaala, chundadiye chatkala,
Peharya ne laherya, jay jay shri Yamuna ma…
Bhuj kankan ruda ma gujriya chudi…2
Baaju bandh ne berkha baaju bandh ne berkha
Pahochi ratn jadi, jay jay shree Yamuna ma…
Jaanjar jamke ma vichhiyaa ne thamake…2
Nepur ne naade ma, nepur ne naade ma
Ghughari ne ghamke, jay jay shri Yamuna ma…
Sole shangaar sajya ma nakvesar moti…2
Aabhan ma opo chho aabhan ma opo chho
Darpan much jota, jay jay shree yamuja ma…
Tat antar ruda ma shobhit jal bhariya…2
Man vaanchhit murlidhar man vaanchhit morlidhar
Sundar var variya, jay jay Yamuna ma…
Laal kamal lapasyaa ma jovaane gyaata
Kahe maadhav parikrama, kahe madhav parikrama
Vraj ni karvaa ne gyaata, jay jay Yamuna ma…
Shri yamunaji ni aarti ma vishraam ghaate thaay…2
Tetris karod devta, tetris karod devta
Ma darshan karva jaay, tya pushp ni vrushti thaay
Jay jay Yamuna ma…
Shree yamunaji ni aarati ma je koi gaashe
Na je bhave gaashe, tena janam janam na
Sankat sarve door thaashe, Teno vraj ma vaas thaashe
Jay jay Yamuna ma…
Video
Related songs
Unchi Medi Re Mara Sant Ni Re Gujarati Lyrics
Aare Kayano Hindolo Lyrics | Mittal Rabari
Jay Shree Krishna Kevani Mane Tev Padi Lyrics | Alpa Patel | Alpa Patel Official
JE MANE SACHVI NE RAKHE LYRICS | GAMAN SANTHAL
Avi Pyali Pidhi Me To Mara Sadguru Gujarati Bhajan Lyrics
હે મને પ્યારુ લાગે શ્રીજી તરુ નામ|HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics
HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics