Home » માધવ રે મારે ઘેર આવો | Madhav re mare gher aavo Lyrics

માધવ રે મારે ઘેર આવો | Madhav re mare gher aavo Lyrics

માધવ રે મારે ઘેર આવો,
મારે ઘેર આવો,
હસીને બોલાવો…

શોભિતા શણગાર સજીને,
બાંધી જરકસી પાઘ
કેસર કેરી આડ કરીને,
જીવન જોયા લાગ
માધવ રે મારે ઘેર આવો…

મંદિરીએ આવો મોહનજી,
જોયાની છે ખાંત
મળવાનું પણ છે મારા મનમાં,
કહેવી વાત એકાંત
માધવ રે મારે ઘેર આવો…

અલબેલા આંખલડીમાં રાખું,
નાંખું વારીને પ્રાણ
પ્રેમાનંદ કહે પલક ન મેલું,
રસિયા ચતુર સુજાણ
માધવ રે મારે ઘેર આવો…



English version


Madhav re mare gher aavo,
Mare gher aavo hasine bolavo

Shobhita shangar sajine
bandhi jarkasi paagh
Kesar keri aad karine
jivan jova lag
Madhav re mare gher

Mandiriye aavo nohanji
joyani che khant
Malavanu pan che mara
man ma kahevi vaat ekant
Madhav re mare gher aavo

Alavela aankhladi ma rakhu
naakhu vaarine praan
Premanand kahe palak na melu
rasiya chatur sujaan
Madhav re mare gher



Watch Video

Scroll to Top