X

વારી વારી વારણા લઉં તારા શામળા| Vaari vaari varna lav tamaara shyaamla Lyrics

વારી વારી વારણા લઉં તારા શામળા,
નિત નિત દર્શન થાયે, મંગલ શુભ દિન આજનો.
વારી વારી વારણા લઉં તારા શામળા…

મથુરામાં પ્રગટયા વાલો ગોકુલ પધાર્યા,
આનંદ નંદજીને દ્વાર, મંગલ શુભ દિન આજનો.
દહીં હળદરના ત્યાં ઉડે છે છાંટણા,
નાચે છે ગોપને ગોવાળ મંગલ શુભ દિન આજનો.
વારી વારી વારણા લઉં તારા શામળા…

જશોદા ઝુલાવે બાબા નંદજી ઝુલાવે,
માનુની મલી મંગલ ગાય મંગલ શુભ દિન આજનો.
નંદ જશોદાના લાલ લાડીલા,
ગોપીયુના હૈયાના હાર મંગલ શુભ દિન આજનો
વારી વારી વારણા લઉં તારા શામળા…

શ્રી વલ્લભના સ્વામી શામળીયા
હે ભક્ત વત્સલ ભગવાન, મંગલ શુભ દિન આજનો
શ્યામ સુંદીર શ્રી હરી ઉપર
સર્વસ્વ જાવુ બલીહાર મંગલ શુભ દિન આજનો.
વારી વારી વારણા લઉં તારા શામળા…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.