Skip to content
Gujarati Lyrics

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું| Soneri moliyu sundar soneri Lyrics

Soneri moliyu sundar soneri Lyrics — Lyrics

Gujarati Bhajan 5 views July 4, 2023
PDF

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું, ધર્મકુંવરનું
મોતીડે મોળિયું સુંદર મોતીડે મોળિયું, રસિક સુંદરનું
સોનેરી મોળિયું સુંદર…

ભાલ વિશાળમાં સુંદર ભાલ વિશાળમાં, તિલક કેસરનું
ભૃકુટી સુંદર જાણિયે ભૃકુટી સુંદર રે, ઘર મધુકરનું
સોનેરી મોળિયું સુંદર…

કરણે કુંડળિયાં કાજુ કરણે કુંડળિયાં, જડિયલ મોતિયે
ગોળ કપોળમાં ઝળકે ગોળ કપોળમાં, ઝળહળ જ્યોતિયે
સોનેરી મોળિયું સુંદર…

નેણાં રંગીલા લાલ નેણાં રંગીલા લાલ, કમળની પાંખડી
પ્રેમાનંદ નીરખી છબી પ્રેમાનંદ નીરખી રે, ઠરી છે આંખડી
સોનેરી મોળિયું સુંદર

Soneri moliyu sundar soneri moliyu
Dharm kuvar nu,
Motide moliyu sundar motide moliyu
Rasik sundar nu,
Soneri Moliyu Sundar…

Bhaal vishaal ma sundar bhaal vishaal ma
Tilak kesar nu,
Bhrukuti sundar jaaniye bhrukuti sundar re
Dhar madhukar nu,
Soneri Moliyu Sundar…

Karane kundaliya kaaju karne kundaliya
Jadiyal motiye,
Gol kapolma jalake gol kapolama
Jalhal jyotiye,
Soneri Moliyu Sundar…

Nena rangila laal nena rangila laal
Kamal ni paankhadi,
Premanand nirakhi chhabi premanand nirkhi re
Thari chhe aankhadi,
Soneri Moliyu Sundar…

Share this song

Video

Related songs

PDF