Home » Karu Koti Koti Pranam Lyrics in Gujarati

Karu Koti Koti Pranam Lyrics in Gujarati

કરું કોટિ કોટિ પ્રણામ માડી તારા ચરણોમાં,
મારે અડસઠ તિરથ ધામ, માડી તારા  ચરણોમાં.

સોનલ વર્ણો સૂરજ ઉગ્યો, ઘેર પધાર્યા માત,
પૂર્વ જનમનાં પુણ્ય જ ફળ્યા, પ્રગટ્યું પુણ્યપ્રભાત

કુમકુમ અક્ષત ફૂલ સુગંધિત, શગ મોતિના થાળ
આજ વધાવું માત બહુચરા, થાય સફળ અવતાર

અમી ભરી નજરે માત નિહાળો, એકજ છે મુજ આસ,
બાળક કર જોડીને ઉભા, જનમ જનમનો દાસ.



Scroll to Top