Home » Chando Ugyo Chowk Ma Gujarati Garba Lyrics

Chando Ugyo Chowk Ma Gujarati Garba Lyrics

ચાંદો ઊગ્યો ચોકમાં

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
હે લહેરીડા, હરણ્યું આથમી રે હાલાર દેશમાં રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી

હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે

હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં

હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા

પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડ મા
પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડ મા
હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વીંધાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે

હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા

Scroll to Top