Home » Kesariyo Rang Tane Lagyo Lyrics

Kesariyo Rang Tane Lagyo Lyrics

કેસરિયો રંગ તને લાગ્યો Lyrics in Gujarati

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
આસોના નવરાત્ર આવ્યા અલ્યા ગરબા
આસોના નવરાત્ર આવ્યા રે લોલ….

ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે ગરબા
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે લોલ
કંકુના સાથિયા પૂરાવ્યાં રે ગરબા
કંકુના સાથિયા પૂરાવ્યાં રે લોલ….

કોના કોના માથે ફર્યો રે ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ
નાની નાની બેનડીના માથે રે ગરબો
નાની નાની બેનડીના માથે રે લોલ…

કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
ઘૂમતો ઘૂમતો આવ્યો રે ગરબો
ઘૂમતો ઘૂમતો આવ્યો રે લોલ…

હરતો ને ફરતો આવ્યો રે આરાસુર
હરતો ને ફરતો આવ્યો રે લોલ
મા અંબાએ તને વધાવ્યો રે ગરબા
મા અંબાએ તને વધાવ્યો રે લોલ…

હરતો ને ફરતો આવ્યો રે પાવાગઢ
હરતો ને ફરતો આવ્યો રે લોલ
મા કાળીએ તને વધાવ્યો રે ગરબા
મા કાળીએ તને વધાવ્યો રે લોલ…

હરતો ને ફરતો આવ્યો માટેલ ગામ
હરતો ને ફરતો આવ્યો રે લોલ
મા ખોડિયારે તને વધાવ્યો રે ગરબા
મા ખોડિયારે તને વધાવ્યો રે લોલ…

હરતો ને ફરતો આવ્યો શંખલપુર
હરતો ને ફરતો આવ્યો રે લોલ
મા બહુચરે તને વધાવ્યો રે ગરબા
મા બહુચરે તને વધાવ્યો રે લોલ…



Scroll to Top