Home » Hansla Halo Re Have Lyrics- હંસલા હાલો રે હવે – મનુભાઇ ગઢવી

Hansla Halo Re Have Lyrics- હંસલા હાલો રે હવે – મનુભાઇ ગઢવી

હંસલા હાલો રે હવે
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે



Scroll to Top