હે જી કાઠિયાવાડ મા કોક દી જીરે
હે જી ભૂલો ને પણ ભગવાન
હે તને સ્વર્ગે ભુલાઉં રે શ્યામળા જીરે
હે તું થાને મારો મહેમાન
જી જી જી જીરે
કાચી, કાચી કાચી ગલીઓ માંથી
ખાટી મીઠી ગલીઓ માંથી
કાચી, કાચી કાચી ગલીઓ માંથી
ખાટી મીઠી ગલીઓ માંથી
ઝીણા રે ઝીણા સાદ આવે
વિસરેલા ચોક વચાળે
લાગણીનું સરઘસ ચાલે
વિસરેલા ચોક વચાળે
લાગણીનું સરઘસ ચાલે
ભીની ભીની ભીની યાદ આવે…
આસમાની રંગની છોળ ઉડાડું, આજ તો
આસમાની રાગનું ગીત ઉપાડું, હું ફરી
આસમાની ગામમાં ડૂબી જાઉં
આસમાની રંગની છોળ ઉડાડું, આજ તો
આસમાની રાગનું ગીત ઉપાડું, હું ફરી
આસમાની ગામમાં ડૂબી જાઉં
ભજીયાની તીખી તીખી ચટણીમાં
બચપણના સિસકારા બોલે
રામલા આ ગાંઠીયા જલેબી માં
મોસમના ખમકારા બોલે
કેવી અદાથી પીતાં ચા ની પિયાલી
સાયકલની સીટી કહેતી જાહો જલાલી
આજે ફરીથી એ જીવું
આસમાની મ્હેકની ટોળી ચાલી, જિંદગી
આસમાની ઓઢણી ઓઢી ચાલી, હું ય આ
આસમાની ડાળ પર ઝૂલી જાઉં
આસમાની રંગની છોળ ઉડાડું, આજ તો
આસમાની રાગનું ગીત ઉપાડું, હું ફરી
આસમાની ગામમાં ડૂબી જાઉં
જી જી જી જીરે
જી જી જી જીરે
જી જી જી જીરે