Home » Vaa Vaya Ne Vadad Umatya

Vaa Vaya Ne Vadad Umatya

વા વાયા ને વાદળ ઉમટ્યાં,
ગોકુળ માં ટહુક્યા મોર
મળવા આવો સુંદરવર શામળીયા ॥

તમે મળવા તે ના આવો શા માટે
ના આવો તો નંદજી ની આણ ॥ મળવા આવો॥

તમે ગોકુળ ની ગાય ચારંતા
તમે ગોકુળ ના છો ચોર ॥ મળવા આવો॥

તમે વ્રજ માં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓ નાં ચિત્તચોર ॥ મળવા આવો॥

મહેતા નરસિંહ ના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ ॥ મળવા આવો॥



Watch Video

Scroll to Top