Home » Jya Jya Najar Mari Thare Yadi Bhari Tya Aapni

Jya Jya Najar Mari Thare Yadi Bhari Tya Aapni

આજની ઘડી તે રળિયામણી
(નરશિંહ મહેતા)

આજની ઘડી તે રળિયામણી.
હે મારો વહાલોજી આવ્યાની વધામણી હોજી રે…આજની …

જી રે તરિયા તોરણ તોબંધાવિયાં
હે મારા વહાલાજીને મોતિડે વધાવિયાં હોજી રે…આજની …

જિ રે લીલુડા વાંસ વઢાવીએ
હે મારા વહાલાજી નો મંડપ રચાવીએ હોજી રે…આજની …

પૂરોપૂરો સોહાગણ સાથિયો
હે વહાલો આવે મલપતો હાથિયોહોજી રે…આજની …

જી રે જમુનાનાં જળ મંગાવીએ
હે મારા વહાલાજીનાં ચરણ પખાળીએ હોજી રે…આજની …

સહુ સખીઓ મળીને વધાવીએ
હે મારા વહાલાજીનાં મંગળ વધાવીએ હોજી રે…આજની …

જી રેતન મન ધન ઓવારીએ
હે મારાં વહાલાજીની આરતી ઉતારીએ હોજી રે…આજની …

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો
હે મહેતા નરસૈંનોસ્વામી દીઠડો હોજી રે…આજની .



Watch Video

Scroll to Top