Home » Vadaladi Varasi re Sarovar Chali Vadya

Vadaladi Varasi re Sarovar Chali Vadya

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.
સાસરીયે જાવું રે, મહિયરિયે મહાલી રહ્યાં
મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઈને વહેલો આવજે રે
સાસરીયાં મારાં ઘેરે બેઠાં …વાદલડી …

મારા હાથ કેરો ચુડલો રે
વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઈને વહેલો આવજે રે
સાસરીયાં મારાં ઘેરે બેઠાં …વાદલદી …

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઈને વહેલો આવજે રે
સાસરીયાં મારાં ઘેરે બેઠાં …વાદલદી …

મારા નાક કેરી નથડી રે
વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઈને વહેલો આવજે રે
સાસરીયાં મારાં ઘેરે બેઠાં …વાદલદી …



Watch Video

Scroll to Top