Home » Karela Karam Na Badla Deva Pade Lyrics in Gujarati – Narayan Swami

Karela Karam Na Badla Deva Pade Lyrics in Gujarati – Narayan Swami

કર્મ પ્રધાન, વિશ્વ કરી રાખા,
જસુ કરની કર, તસુ ફલ દાખા
રઘુકુલ રીત સદા ચાલી આઈ,
પ્રાણ જાય પર બચન ન જાય…”

કરેલા કરમના બદલા, દેવા રે પડે છે
દેવા રે પડે, અંતે સૌ ને નડે છે
આ કરેલા કરમ નાં બદલા,
દેવા રે પડે છે

જીવડો લીધેલો એણે,
શ્રવણ કુમારનો
ત્યારે અંધો -અંધી,
એની સુરતે ચડે છે
દેણું દીધું, ઈ દશરથ જાણે
પુત્ર વિયોગે, એનું ખોળિયું પડે છે
કરેલા કરમ નાં બદલા….

અવધપૂરી નાં રાજા,
રામે વાલી ને માર્યો ત્યારે
ન્યાય નાં હણેલા બંધન,
લાભ થી લડે છે
જોર છે જગત નું એને,
તોય કાંઈ નાં ચાલ્યું એનું
પ્રાચી નાં મેદાને એના,
ઋણ લા ભરે છે
કરેલા કરમ નાં બદલા…

વામનરૂપ ધરી ને જ્યારે,
બલી રાજા ને છેતર્યો ત્યારે,
વગર વિચાર્યા વાહલે,
પગલા ભરે છે..
ભૂમિ ને બદલે,
એ ભૂતળ પધાર્યા
કોળિયો બની ને
એના ફેરા ભરે છે
કરેલા કરમ નાં બદલા…

લાજ રે લુંટાણી જ્યારે,
ભીમ ની ગદા ન ભાળી ત્યારે
જાંગ જો ખૂમાણી એનો
પૂરાવો જળે છે
કૌરવ ને કાપ્યા પછી,
પાંડવો પીડાણા
હેમાળે જવા છતાં
એના હાડ ક્યાં ગળે છે
કરેલા કરમ નાં બદલા…

અમૃત કેરી, વેહચણ કીધી ત્યારે
સૂર્ય અને ચંદ્ર એની ચાડી કરે છે
આપ કરેલા, હજી આડા આવે એને
રાહુ ને જોઈ ને,
મોઢા કાળા પડે છે
કરેલા કરમ નાં બદલા….

હરિશ્ચંદ્ર રાજાએ જુઓ,
સત્ કારણે સંકટ સહયા
રાની અને વળી પૂત્ર વેંહચ્યાં,
આંખે થી આંસુ ન વહયા
પતિ કાજે પરિતાપ સહેતી,
એ હરખી ને હુલાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી,
અમર છે ઇતિહાસમાં



Scroll to Top