Home » Kaliyug Aavyo Have Karmo Lyrics in Gujarati by Ganga Sati Panbai

Kaliyug Aavyo Have Karmo Lyrics in Gujarati by Ganga Sati Panbai

કળજુગ આવ્યો હવે કારમો રે
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે.
રહેશે નહિ તેની મર્યાદ
કળજુગ આવ્યો હવે…

ગુરુજીના કીધાં ચેલો નહીં માને
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે.
ને રહેશે નહિ આત્મ ઓળખાણ
કળજુગ આવ્યો હવે…

વિષયના વેપારમાં ગુરુજીને વામશે.
જૂઠાં હશે નર ને નાર.
આડ ધરમની ઓથ લેશે.
પણ રાખે નહિ અલખ ઓળખાણ
કળજુગ આવ્યો હવે…

એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે,
નહિ આવે ધણી મારો દ્વાર
કળજુગ આવ્યો હવે…

સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે.
તમે કરજો સાચાનો સંગ
કળજુગ આવ્યો હવે…



Scroll to Top